વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મુસાફરોની ઓનલાઇન નોંધણી માટે નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડ્યું.
નવસારી જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, રિસોર્ટ, ફાર્મહાઉસ, ધર્મશાળા, મુસાફરખાના, ક્લબ હાઉસ સહિતનાં સ્થળોએ ભાડે રોકાતા મુસાફરોની વિગતો ઓનલાઇન ઉપલબ્ધ રહે તે હેતુથી નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. એન. લિખિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ, તમામ સંબંધિત સ્થળોના માલિકો, સંચાલકો અને જવાબદાર વ્યક્તિઓએ રિસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ સુવિધા સાથે કમ્પ્યુટર રાખવાનું રહેશે. મેન્યુઅલ રજિસ્ટરમાં નોંધાતી તમામ એન્ટ્રીઓ ગુજરાત પોલીસની PATHIK એપમાં ઓનલાઇન કરવાની રહેશે, જેથી મુસાફરોની વિગતો દૈનિક ધોરણે ઉપલબ્ધ રહે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










