MORBI:મોરબીના વાઘપરામાં કલરકામ દરમિયાન નિસરણી પરથી પડી જતા વૃદ્ધનું સારવારમાં મોત.

MORBI:મોરબીના વાઘપરામાં કલરકામ દરમિયાન નિસરણી પરથી પડી જતા વૃદ્ધનું સારવારમાં મોત.

 

મોરબીના મકરાણીવાસમાં રહેતા અબ્દુલભાઈ ખુરેશી વાઘપરા વિસ્તારમાં કલરકામ દરમિયાન નિસરણી પરથી પડી જતાં મોતને ભેટ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વાઘપરા વિસ્તારમાં મનસુખભાઈના મકાનમાં કલરકામ કરી રહેલા ૬૫ વર્ષીય અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી રહે.મકરાણીવાસ બ્રહ્મણની ભોજનશાળા પાછળ મોરબી વાળા નિસરણી પરથી નીચે પટકાતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથીતેમને પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો