AMDAVAD:અડાલજ ખાતે નિર્માણાધીન 'બ્રહ્મભવન' માટે ઉદ્યોગપતિ ચિમનભાઈ અગ્રવાલનું ₹૫૦ કરોડની જમીનનું ઐતિહાસિક દાન ગાંધીનગર/અમદાવાદ:જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીની આગેવાનીમાં ગુજરાતના બ્રાહ્મણ સમાજના દીકરા-દીકરીઓના ઉત્કર્ષ માટે નિર્માણાધીન 'બ્રહ્મભવન' પ્રોજેક્ટને એક ઐતિહાસિક સફળતા મળી છે. જાણીતા જમીનદાર અને ઉદારદિલ દાતા શ્રી ચિમનભાઈ અગ્રવાલે અડાલજ ખાતે આવેલી આશરે ₹૫૦ કરોડની કિંમતની ૫,૦૦૦ ચોરસ વાર (N.A. થયેલી) જમીન બ્રહ્મભવનના નિર્માણ માટે દાનમાં અર્પણ કરી છે. ગુજરાતના વિવિધ શહેરોના અલગ-અલગ ક્ષેત્રના આશરે ૧૦૦ જેટલા બ્રહ્મ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા 'ભૂમિગ્રહણ સમારંભ'માં બ્રહ્મભવનના ફાઉન્ડર ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ ડૉ. જગદીશ ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે, "આ દાનમાં મળેલી જમીન પર આશરે ₹૫૦ કરોડના ખર્ચે ૧૦ માળનું અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ બ્રહ્મભવન તૈયાર કરવામાં આવશે."આજના ભૂમિગ્રહણ સમારંભ દરમિયાન સમાજના દાતાઓ તરફથી વધુ ₹૨.૫૦ કરોડનું દાન જાહેર થતાં, અત્યાર સુધીમાં કુલ જાહેર થયેલા દાનની રકમ ₹૧૨.૫૦ કરોડને પાર પહોંચી ગઈ છે. ભવનના નિર્માણ માટે ₹૫૦ કરોડનું ભંડોળ એકત્ર કરવા બ્રહ્મ આગેવાનો કટિબદ્ધ છે, જે અંતર્ગત માત્ર ત્રણ કેટેગરીમાં જ દાન સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે:પ્રથમ કેટેગરી: ₹૧ કરોડ દ્વિતીય કેટેગરી: ₹૫૦ લાખ ,તૃતીય કેટેગરી: ₹૨૫ લાખ ,આ ગૌરવશાળી પ્રસંગે સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયાએ ખાસ ઉપસ્થિત રહીને આ સેવાકીય યજ્ઞને બિરદાવ્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી.