“થરાદમાં અંગત અદાવતનો ધડાકો! બે જૂથ સામસામે, બાઇકોમાં ધોકા વરસ્યા; 7 સામે ગુનો, ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં અંગત અદાવતના મામલે બે જૂથ સામસામે આવી જતાં ભારે હોબાળો થયો હતો. વિજય બિઝનેશ પાછળ બનેલી ઘટનામાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મામલો ઉગ્ર બનતાં થરાદ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કુલ સાત શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, શાહરૂખ ઘાંચીની સ્વિફ્ટ કાર થરાદ ચાર રસ્તા નજીક પાર્ક કરેલી હતી. આ દરમિયાન કારને સ્કોર્પિયો ગાડીએ ટક્કર મારતાં નુકસાન થયું હતું. આ અંગે શાહરૂખે અલ્તાફ ઘાંચી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બોલાચાલી અને ધમકી આપ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાત્રિના સમયે વિજય બિઝનેશ પાછળ બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

બીજી તરફ યુનુસ ઘાંચીની ફરિયાદ મુજબ, તેઓ વિજય બિઝનેશ પાછળ અન્ય લોકો સાથે બેઠા હતા ત્યારે થાર અને સ્વિફ્ટ કારમાં કેટલાક શખ્સો ત્યાં આવ્યા હતા. ગાડીમાંથી ઉતરી અપશબ્દો બોલી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સ્પ્લેન્ડર અને પલ્સર બાઇકને થાર ગાડીથી અડફેટે લઈ નુકસાન કરાયું હોવાનો તથા બાદમાં ધોકા વડે બાઇકોમાં તોડફોડ કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ઘટનાને પગલે સ્થળ પર હોબાળો થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ 112 જનરક્ષક મોબાઇલ વાનને કરવામાં આવી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં કેટલાક શખ્સો સ્થળ પરથી નીકળી ગયા હતા.

સમગ્ર મામલે થરાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

દશરથભાઇ ઠાકોર થરાદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો