MORBI:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં JOSH Team લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

MORBI:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં JOSH Team લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

 

તા. ૦૮/૧૦/૨૦૨૬:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં જનભાગીદારી વધારવા તેમજ ટીબી રોગ અંગે જનજાગૃતિ કેળવવા માટે JOSH (Joint Squads for Health) Team Launching કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોરબીના માનનીય મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ ગરચર, કારોબારી ચેરમેનશ્રી મનીષભાઈ કાંજીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર સાહેબ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પી. કે. શ્રીવાસ્તવ સાહેબ તેમજ MY Bharat ટીમના તાલુકા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન “ટીબી મુક્ત પંચાયત” અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરનાર ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે અન્વયે રાશન કીટની સેવાઓ પૂરી પાડવા માટે સહયોગ આપનાર “નિક્ષય મિત્ર”નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ધનસુખ અજાણા સાહેબ દ્વારા ઉપસ્થિત અધિકારીશ્રીઓ, NCC કેડેટ્સ તથા MY Bharat સ્વયંસેવકોને ટીબી રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ટીબીના લક્ષણો, સમયસર રોગ નિદાન, નિયમિત સારવાર, સારવાર પૂર્ણ કરાવવાનું મહત્વ તેમજ ટીબી દર્દીઓને સામાજિક અને પોષણલક્ષી સહયોગ પૂરો પાડવા અંગે માહિતી આપવામાં આવી હતી.

તેમજ ટીબી મુક્ત ભારત અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે NCC કેડેટ્સ, MY Bharat સ્વયંસેવકો તથા યુવાનોની ભૂમિકા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. JOSH Teamના માધ્યમથી યુવાનો અને સ્વયંસેવકો દ્વારા ટીબી અંગે જનજાગૃતિ ફેલાવવા, સંભવિત ટીબી દર્દીઓને તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવા તેમજ ટીબી દર્દીઓને જરૂરી સહયોગ પૂરો પાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં ટીબીના સંપૂર્ણ નાબૂદીના લક્ષ્યને હાંસલ કરવા માટે આરોગ્ય વિભાગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ, નિક્ષય મિત્રો, NCC કેડેટ્સ, MY Bharat સ્વયંસેવકો તથા સમગ્ર સમાજની સહભાગિતાને વધુ સુદૃઢ બનાવવાના હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ માં ધારાસભ્ય દુર્લભજી ભાઈ દેથરિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, NCC કેડેટ્સ તથા MY Bharat સ્વયંસેવકોને ટીબી મુક્ત મોરબી અને ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો