નર્મદા : ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ કિ .રૂ ૬,૮૨,૮૫૬/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા. રાજપીપળા : જુનેદ ખત્રી મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં લાવવા તો દારૂ સાથે એક આરોપીને એલસીબી નર્મદા એ ઝડપી લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી. ની ટીમના માણસો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, મહેશભાઈ મનસુખભાઈ વસાવા રહે.ઝરવાણી, ડેડવાણી ફળીયુ, તા.ગરૂડેશ્વર, જી.નર્મદાનાઓ પોતાની ઇક્કો ફાઈવ સ્ટાર ગાડી નંબર GJ-31-N-2634 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી માથાસર ગામ થઇ ઝરવાણી ગામ તરફ જનાર હોવાની માહીતી મળેલ હોય જે આધારે માથાસર ગામથી ઝરવાણી ગામ તરફ જતા રોડ ઉપર ગમન ફળીયામાં ઉપરોક્ત બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તપાસ ક૨તા ઇક્કો ગાડીના વચ્ચેની શીટ ઉપર તથા પાછળની સીટમાં ભારતીય બનાવટનો કિ. રૂ. ૩,૭૭,૮૫૬/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇક્કો ફાઇવ સ્ટાર ગાડીની કિ.રૂ. 3 લાખ તથા મોબાઇલ નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૬,૮૨,૮૫૬/- નો પ્રોહી મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે આરોપી (૧) મહેશભાઈ મનસુખભાઈ વસાવા ઉ.વ.૨૮ રહે.ઝરવાણી, ડેડવાણી ફળીયુ, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા. ઝડપાયો છે જ્યારે આરોપી (૨) આશિષ ઉર્ફે આશિયો પુનીયા વલવી રહે.મોકસ, તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે