MORBI:મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે ઉકેલ્યો મોટરસાયકલ ચોરીનો ભેદ; મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી:શહેરમાં બનતા વાહન ચોરીના બનાવોને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન મોરબી સીટી બી-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે ચોરીના મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વીસીપરા મદિના સોસાયટીના નાકા પાસેથી નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેની પાસે વાહનના કાગળો માંગતા તે રજૂ કરી શક્યો નહોતો.
શંકાના આધારે પોલીસે તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં, તેણે આ બાઇક વીસીપરા લાયન્સનગર સ્થિત મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે ચોરાઉ મોટરસાયકલ કબ્જે કરી આરોપી સદામભાઇ અનવરભાઇ બુખારી (રહે. વીસીપરા રણછોડનગર, સાંઇબાબા મંદિર પાછળ, મફતીયાપરા, મોરબી) વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.










