ચીકદા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ થયો 

ચીકદા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ થયો

તાહિર મેમણ -ડેડીયાપાડા -:07/10/2026 – નર્મદા જિલ્લાના નવરચિત ચીકદા તાલુકામાં ચીકદા ગામે દેવજી ફળિયા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્થાપિત થયેલા આ વેચાણ કેન્દ્રનું રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કર્યું હતું.

 

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યનાં ૧૦૦ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોના લોકાર્પણ કાર્યક્રમમાં જોડાઈને નર્મદા જિલ્લા માટેના બે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ઓનલાઈન માધ્યમથી પ્રેરક ઉદબોધન કર્યું હતું, જ્યારે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ઓનલાઈન જોડાઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

 

પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવનારા પ્રગતિશીલ મહિલા ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા.

 

 

 

આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુસાબેન વસાવા, ચીકદાનાં સરપંચ લતાબેન વસાવા, પ્રાંત અધિકારી જુહી પાંડે, ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી ડી.કે. શિનોરા, નાયબ બાગાયત નિયામક નીતિનભાઈ પટેલ, રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા પ્રગતિશીલ મહિલા ખેડૂત શ્રીમતી ઉષાબેન વસાવા સહિત સંબંધિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીની પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને લગતા વિવિધ પ્રોજેક્ટો તથા કૃતિઓ રજૂ કરી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો