ચાણસ્મા ખાતે શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન


ચાણસ્મા મામલતદાર કચેરી અને ચાણસ્મા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
માહિતી બ્યુરો, પાટણ
તા.૦૬/૧૦/૨૦૨૬
સમાચાર સંખ્યા:૬૭૧/૨૭
સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રો તથા દસ્તાવેજો સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાણસ્મા મામલતદાર કચેરી અને ચાણસ્મા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શારદાબા હોલ, ચાણસ્મા ખાતે શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવા સેતુ કાર્યક્રમમાં ચાણસ્મા નગરના અરજદારોએ સવારથી ઉપસ્થિત રહી આવકના દાખલા, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડમાં સુધારા-વધારા સહિત સરકારી સેવાઓને લગતા વિવિધ કામો માટે જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની કામગીરી કરાવી હતી.
કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ., આરોગ્ય, વન વિભાગ સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અરજદારોને જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. મામલતદાર શ્રી વી.એસ. ગઢવી તથા ચીફ ઓફિસર શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ સેવા સેતુ કાર્યક્રમનું સુચારૂં આયોજન કરવામાં આવ્યું હતું.







