Rajkot: ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’: રાજકોટ જિલ્લામાં ૩૦મી ઓક્ટોબરે ૭૩ સ્થળોએ કાર્યક્રમ યોજાશે

તા.૨૮/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીશ્રીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સથી અધિકારીઓને માર્ગદર્શન અપાયું

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરાઈ

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. ૩૦ ઓક્ટોબરના રોજ, બનાસકાંઠાના ભીલડીથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂતોના ખાતામાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪મા હપ્તા પેટે કુલ રૂ. ૧૮,૬૮૦ કરોડની રકમ ડી.બી.ટી.થી જમા કરાવશે. રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતની દરેક બેઠક તેમજ એક જિલ્લાકક્ષાના મુખ્ય કાર્યક્રમ મળીને કુલ ૭૩ સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, તેમના પરિવારજનો, પશુપાલકો તેમજ નાગરિકો જોડાનાર છે.

આ કાર્યક્રમના આયોજન માટે આજે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીશ્રીઓ તેમજ વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીઓ તેમજ વરીષ્ઠ અધિકારીઓ દ્વારા સમગ્ર આયોજન માટે સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આ અંગે આજે જિલ્લાના અધિકારીઓની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. જેમાં કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, બનાસકાંઠા ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહનું રાજકોટ જિલ્લાના મુખ્ય કાર્યક્રમ સ્થળ સહિત તમામ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. તેમજ ગ્રામ્ય કક્ષાએ એલ.ઈ.ડી. સ્ક્રીન અને વેબકાસ્ટના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત જમા કરાવવામાં આવશે.
પી.એમ. કિસાન ઉત્સવ કાર્યક્રમમાં તજજ્ઞો અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કૃષિ અને બાગાયત ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ સાથે કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનારા રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા જિલ્લાના તમામ ખેડૂત ભાઈ-બહેનોને આ કાર્યક્રમોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો