વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ 
હિમાલયની પાવન ધરતી પર યોગ, ધ્યાન અને આધ્યાત્મિક સાધનાનો અનોખો અનુભવ કરાવતી ઉત્તરાખંડ Spiritual Retreatમાટે દક્ષિણ ગુજરાતના ચાર ધ્યાનીઓની પસંદગી કરવામાં આવી છે. ડાંગના આનંદ આશ્રમના પરમ પૂજ્ય યોગી સ્વામી અરુણાનંદ મુનિજીના પાવન સાનિધ્યમાં તા. 17થી 21 સપ્ટેમ્બર દરમિયાન 4 રાત અને 5 દિવસની આ આધ્યાત્મિક યાત્રા યોજાશે.
આ યાત્રામાં ડાંગના શ્રી વિજયભાઈ મોરે, ડાંગ-સુરતના શ્રી દત્તાત્રેય મોરે, નવસારીના જાણીતા સામાજિક કાર્યકર શ્રી સુનિલભાઈ રણજીતરાય દેસાઈ તથા ધ્યાન માસ્ટર શ્રી સંજય પ્રધાન ભાગ લેશે. ચારેય ધ્યાની માસ્ટર દક્ષિણ ગુજરાતથી ટ્રેન મારફતે ઉત્તરાખંડ જવા રવાના આ Spiritual Retreat દરમિયાન કાઠગોદામથી ભીમતાલ પેલેસ, નીમ કરોલી બાબા આશ્રમ, મહાવતાર બાબાજીની ગુફા સહિતના પવિત્ર સ્થળોની મુલાકાત લેવામાં આવશે. મહાવતાર બાબાજીની ગુફા સુધી આશરે 4 કલાકની પદયાત્રા બાદ ગુફામાં Deep Meditationનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સાંજે આધ્યાત્મિક સત્રો યોજાશે, જ્યારે કસાર દેવી મંદિર, ચિતઈ ગોલુ દેવતા મંદિર, જાગેશ્વર ધામ, દંડેશ્વર મંદિર અને મુક્તેશ્વર ધામ જેવા મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે. યાત્રા દરમિયાન ડોલ આશ્રમમાં રાત્રિ રોકાણ પણ રહેશે, જ્યાં વિશાળ શ્રીયંત્ર બિરાજમાન હોવાનું જણાવાયું છે. પાંચ દિવસની યાત્રાના અંતિમ તબક્કામાં હલ્દવાની ખાતે Grand Closing Ceremony યોજાશે, જેમાં ઢોલ, સંગીત, નૃત્ય અને યાત્રાના આધ્યાત્મિક અનુભવોની વહેંચણી કરવામાં આવશે.
આ આધ્યાત્મિક યાત્રાને વધુ શિસ્તબદ્ધ અને વિશિષ્ટ બનાવવા માટે પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પીળો, આકાશી વાદળી, લાલ/મરૂન અને સફેદ રંગના વસ્ત્રોનો સમાવેશ થાય છે.
તા. 21 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ અને પ્રસાદ સાથે ચેક-આઉટ કરવામાં આવશે.
આ સમગ્ર આધ્યાત્મિક યાત્રાના સહ-આયોજક તરીકે રાજસ્થાનના શ્રી ગૌરવજી અને વડોદરાના શ્રી અજય સારસ્વતજી સેવા આપી રહ્યા છે. હિમાલયની શાંતિ, યોગની ઊર્જા અને ધ્યાનની આંતરિક સાધનાને એકસાથે અનુભવવાની આ યાત્રા દક્ષિણ ગુજરાતના પસંદ થયેલા ચાર ધ્યાનીઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનો અનોખો અવસર બની રહેશે.









