TANKARA:ટંકારાના ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા  

TANKARA:ટંકારાના ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

મોરબી:શ્રાવણ માસ દરમિયાન મોરબી જિલ્લામાં જુગાર અને દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ટંકારા પોલીસે ગજડી ગામે જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત કુલ ₹૧,૧૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા, મોરબી એસપી મુકેશ પટેલ તથા વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ગજડી ગામે બાળ મંદિર પાસે ચોકમાં કાનજી હીરાભાઈ ઝારીયા અન્ય માણસોને ભેગા કરી જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો ‘અંદર-બહાર’નો જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્થળ પરથી ૭ આરોપીઓને ઝડપી લીધા હતા:કાનાભાઈ હીરાભાઈ ઝારીયા (ઉં.વ. ૩૯, રહે. ગજડી, ટંકારા)હકાભાઈ છગનભાઈ ઝારીયા (ઉં.વ. ૩૭, રહે. ગજડી, ટંકારા)રાજેશભાઈ ઉર્ફે લાલાભાઈ દેવાયતભાઈ ડાંગર (ઉં.વ. ૩૭, રહે. ગજડી, ટંકારા)કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી (ઉં.વ. ૫૦, હાલ રહે. રવાપર રોડ, મોરબી / મૂળ ખાનપર)વિપુલભાઈ સવજીભાઈ ધોડાસરા (ઉં.વ. ૪૬, રહે. ખાનપર, મોરબી)લાલજીભાઈ મેરામભાઈ ઝારીયા (ઉં.વ. ૪૦, રહે. ગજડી, ટંકારા)કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડીયા (ઉં.વ. ૩૪, હાલ રહે. નાની વાવડી, મોરબી /  મૂળ ફડસર)જપ્ત કરાયેલ મુદ્દામાલ:રોકડા રૂપિયા: ₹૯૧,૦૦૦/-મોબાઈલ ફોન (૫ નંગ): ₹૨૫,૦૦૦/-ગંજીપત્તાની કેટ તેમજ આંકડા લખેલ પતકડું કુલ કિંમત: ₹૧,૧૬,૦૦૦/-પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો