વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોત્રીએ કરાવ્યો 89,995 રૂપિયાનો ચૂનો: ફાઈલ ખોલતા જ મોબાઈલ હેક,ત્રણ બેંક એકાઉન્ટ ખાલી

તારીખ ૦૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લામાં સાયબર ઠગોનો નવો કીમિયો સામે આવ્યો છે. વોટ્સએપ પર લગ્નની કંકોત્રી (આમંત્રણ પત્રિકા) ના નામે આવેલી એક ફાઈલ ખોલતા જ ખેડૂતના મોબાઈલ હેક થઈ ગયો અને ગણતરીના દિવસોમાં ત્રણ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. ૮૯,૯૯૫/- નું ઓનલાઈન ફ્રોડ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

ફરિયાદી દિનેશભાઈ હરખાભાઈ વણકર, રહે. ભલાણીયા વણકર ફળિયું, તાલુકા ગોધરા જીલ્લા પંચમહાલ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર, આજથી લગભગ ૧૫ દિવસ પહેલા તારીખ ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબરથી “વિવાહ આમંત્રણ” લખેલી એક ફાઈલ આવી હતી. ફરિયાદીએ કંકોત્રી સમજીને તે ફાઈલ ઓપન કરી હતી, પરંતુ તેમાં કંઈ જોવા મળ્યું ન હતું. અને બીજા દિવસથી જ તેમના મોબાઈલમાં ગરબડ શરૂ થઈ. તેમના મોબાઈલમાં ચાલતું ગૂગલ-પે કામ કરતું બંધ થઈ ગયું અને પાસવર્ડ નાખવા છતાં પૈસા ટ્રાન્સફર થતા ન હતા. થોડા દિવસ બાદ તો તેમના ફોનમાંથી વોટ્સએપ એપ્લિકેશન પણ ઓટોમેટિક ડિલીટ થઈ ગઈ હતી. ત્યારે શંકા જતા ફરિયાદીએ ફોન રિસેટ કરી બે દિવસ બંધ રાખ્યો હતો. તારીખ ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ ફોન ચાલુ કરી એક ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે તે થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ જ્યારે તેમણે પોતાના અને પત્નીના બેંક એકાઉન્ટ ચેક કર્યા ત્યારે ચોંકી ગયા હતા.તેમના બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને પત્નીના એસ.બી.આઈ. બેંક એમ ત્રણેય એકાઉન્ટ જે તેમના મોબાઈલ નંબર સાથે લિંક હતા અને જેમાં ગૂગલ-પે ચાલતું હતું, તેમાંથી કુલ રૂ. ૮૯,૯૯૫/- કોઈ અજાણ્યા ઈસમે ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. જ્યાં સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદી તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. તેમણે ઓનલાઈન પોર્ટલ પર ઈ-એફઆઈઆર પણ કરી છે અને પત્નીના બેંક સ્ટેટમેન્ટ સાથે પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો