MORBI:મોરબી ગૌરવ સમાચારના તંત્રી મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

MORBI:મોરબી ગૌરવ સમાચારના તંત્રી મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

 

મોરબી નજીકના ટીંબડી ગામના વતની યુવા પત્રકાર મયંક દેવમુરારી વર્ષ ૨૦૧૩થી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત | લોકપ્રશ્નોને વાચા આપી રહ્યા છે

 

મોરબી: મોરબી ગૌરવ સમાચારના તંત્રી અને માલિક તેમજ યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રવર્તુળ અને હિતેચ્છુઓ દ્વારા સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો થકી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

મોરબી નજીક આવેલા ટીંબડી ગામના વતની મયંક દેવમુરારી વર્ષ ૨૦૧૩થી પત્રકારત્વ ક્ષેત્રે સતત સેવા આપી રહ્યા છે. તેમણે રાજકોટની બી.એચ. ગાર્ડી કોલેજમાંથી જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆતથી જ તેમણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને જનહિતના મુદ્દાઓને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કર્યું છે.મયંક દેવમુરારીએ વિવિધ ન્યૂઝ પેપરમાં જિલ્લા સ્તરની જવાબદારીઓ નિભાવી પત્રકારત્વ ક્ષેત્રે અનુભવ મેળવ્યો છે. ત્યારબાદ લોકપ્રશ્નોને પ્રાધાન્ય આપવા અને જનતાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાના હેતુથી તેમણે મોરબી જિલ્લામાં ‘મોરબી ગૌરવ સમાચાર’ વેબ પોર્ટલ અને સમાચારપત્ર શરૂ કર્યું હતું. તેમના માધ્યમથી શહેર અને જિલ્લાના વિવિધ જનહિતના પ્રશ્નો, સામાજિક મુદ્દાઓ તેમજ સ્થાનિક સમસ્યાઓને ઉજાગર કરી તેના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે.નાની ઉંમરે પત્રકારત્વ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર મયંક દેવમુરારી જાગૃત, નિડર અને નિષ્પક્ષ પત્રકારત્વના અભિગમ સાથે પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોના પ્રશ્નોને વાચા આપવાની તેમની કાર્યશૈલીને કારણે તેમણે મોરબીના પત્રકારત્વ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમની કામગીરી બદલ તેમને અનેક વખત સન્માનિત પણ કરવામાં આવ્યા છે.

 

આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો. 8460566870 ,વોટ્સએપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો, સ્નેહીજનો અને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મયંક દેવમુરારીને જન્મદિવસની શુભેચ્છાઓ સાથે તેઓ આગામી સમયમાં પણ જનસેવા અને લોકહિતના પત્રકારત્વ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો