સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં એક જ દિવસમાં 3 ઓઇલ ટેન્કરો પર હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ(Strait of Hormuz)માંથી પસાર થતાં જહાજો પર અવારનવાર હુમલા થઈ રહ્યા છે. આ દરમિયાન યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ(UKMTO)ને ત્રણ અલગ-અલગ ઘટનાઓની માહિતી મળી છે, જેમાં ત્રણ ટેન્કરોને અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં એક ક્રૂડ ઓઇલનું ટેન્કર હોવાનું કહેવાય છે. જોકે આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) ઈરાનના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ત્યારબાદ ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના નેતાઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે, હોર્મુઝ પર તેમનું નિયંત્રણ છે.

UKMTOના રિપોર્ટ અનુસાર, હોર્મુઝમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા છે. એક ઘટનામાં હોર્મુઝની અંદર જઈ રહેલા એક ટેન્કરને અજ્ઞાત પ્રોજેક્ટાઇલે નિશાન બનાવ્યું હતું. બીજી ઘટનામાં ક્રૂડ ઓઇલના ટેન્કરની ડાબી બાજુ એટલે કે, પોર્ટ સાઇડ પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલ વાગ્યું હતું. ત્રીજી ઘટનામાં પણ એક ટેન્કરને આ જ રીતે અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી નિશાન બનાવવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનાઓની તપાસ કરવામાં આવી રહી છે. UKMTOએ આ ઘટનાઓને ટાઇમ-લેટ રિપોર્ટ ગણાવી છે, એટલે કે ઘટના બન્યાના તરત જ એજન્સીને તેની માહિતી મળી નહોતી.

હોર્મુઝ વિશ્વના અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં સામેલ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી જ અહીંથી પસાર થતાં જહાજોને નિશાન બનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઑર્ગેનાઇઝેશન(IMO)ના ડેટા મુજબ, હોર્મુઝમાં અત્યાર સુધીમાં જહાજો સાથે જોડાયેલી 86 ઘટનાઓ બની ચૂકી છે, અને જેમાં મૃત્યુઆંક 24 થયો છે. આ ઘટનાઓ સામે આવવાથી દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે ચિંતા વધી છે. આ ઘટનાઓ બાદ UKMTOએ આ માર્ગ પરથી પસાર થતાં જહાજોને સાવચેતી રાખવા જણાવ્યું છે. એજન્સીએ જહાજોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી આપવા વિનંતી કરી છે. હાલમાં આ ટેન્કરો પર આ હુમલા કોના દ્વારા કરવામાં આવ્યા છે તેની માહિતી મળી નથી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો