વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

દિવાળીના પર્વને લઈને થરાદના સરદાર પટેલ માર્કેટયાર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્કેટયાર્ડ સેક્રેટરી દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ 5 નવેમ્બરથી 13 નવેમ્બર, 2026 સુધી માર્કેટયાર્ડમાં હરાજી સહિતનું તમામ કામકાજ બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન વેપારીઓ, ખેડૂતો, મહેતાજીઓ તથા હમાલ-તોલાવાળાઓએ નોંધ લેવા જણાવાયું છે. દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ 14 નવેમ્બર, શનિવારથી માર્કેટયાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.








