વલસાડના વાંકલના સેવાભાવી શિક્ષિકા શોભનાબેન આર. રાવતનો વિદાય સમારંભ યોજાયો

ચંદ્રવદન બી મકવાણા .   કિલ્લા પારડી

વલસાડ, તા. ૦૨ નવેમ્બર

વલસાડ તાલુકાના વાંકલ ગામની દોણી ફળિયા વાંકલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શોભનાબેન આર. રાવતનોવિદાય સન્માન સમારંભ યોજાયો હતો.

શાળાના શિક્ષણકાર્યમાં પોતાના અમૂલ્ય યોગદાન દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, સહકર્મીઓ અને ગ્રામજનોના હૃદયમાંવિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર શોભનાબેન આર. રાવતના વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકમિત્રો અને ગ્રામજનોએશોભનાબેન સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમના કાર્યકાળ દરમિયાન આપેલા સહકાર, માર્ગદર્શન, પ્રેમ અને સમર્પણની પ્રશંસાકરવામાં આવી હતી. શાળાના આચાર્ય મીનાબેન, બુનિયાદી વિદ્યામંદિર વાંકલ પ્રાથમિક શાળાના આચાર્ય મુકેશભાઈ, ગામનાસરપંચ દ્વારા એમના ફરજ પ્રત્યેના સમર્પણભાવ અને ઉદારતાને સૌ એ બિરદાવી હતી. નિવૃત શિક્ષક ભુપતભાઈ, અગ્રણી અમૃતસિંહસોલંકી અને ચીમનભાઈએ સપનાબેન વિશેના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે શોભનાબેનનું પુષ્પગુચ્છ, શાલ અને સન્માનભેટથી અભિવાદન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમણે આપેલાપ્રશંસનીય યોગદાન અને લોકસેવાની કદરરૂપે ગુજરાત શૈક્ષણિક–સાંસ્કૃતિક મંચ દ્વારા તેમને  ‘ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ – ૨૦૨૬‘ (સ્મૃતિ: સ્વ. દેવજીભાઈ શુક્રરભાઈ ટંડેલ) એનાયત કરી સન્માન પત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલનમહેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો