જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક પણ પોત પોતાના રૂટ પર સફાઈ અભિયાનમાં જોડાયા

ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લાને સ્વચ્છ બનાવવા કલેકટર નિતિન સાંગવાનના વડપણ હેઠળ વિશેષ સન્ડે સ્વચ્છતા ડ્રાઇવ કરવામાંઆવી રહી છે. દર માસના પ્રથમ રવિવારે અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાતા હોય છે. આજે તા.૧/૧૧/૨૦૨૬ ના રવિવારે જિલ્લાની ૧૯૦ થી વધુ કચેરીઓના તમામ અધિકારીઓ/કર્મચારીઓ સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ વલસાડના સંકલ્પ સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યાદરમિયાનના સ્વચ્છતા અભિયાનમાં જિલ્લાના મહત્તમ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

​વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નાનું સ્વચ્છ અને સુંદર ભારતના નિર્માણમાં આપણો વલસાડ જિલ્લો પાછળ ન રહીજાય તે માટે જિલ્લા કલેકટર નિતિન સાંગવાનના નેતૃત્વ હેઠળ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની 190 ટીમ જિલ્લાના વિવિધ 190 રૂટ પર સફાઈ અભિયાનમાં જોડાઈ હતી અને મહત્તમ વિસ્તારોમાં સફાઈ અભિયાન કરી નાગરિકોને પણ પોતાના આસપાસના વિસ્તારોની સફાઈ રાખવા માટે જાગૃત કર્યા હતા. આ સફાઈ અભિયાનમાં ખાસ કરી વધુ ગંદકી ધરાવતા સ્થળો, શહેરનાગાર્બેજ વનરેબલ પોઇન્ટ, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો, બજાર વિસ્તાર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોને આવરીલેવાયા હતા. વલસાડ ઉમરગામ, પારડી, ધરમપુર નગરપાલિકા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. અંદાજે 205 કિમીના રૂટને સ્વચ્છ અને સુંદર બનાવાયો હતો.

​જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત લીલાપોર સર્કલ થી ચીખલા ગ્રામ પંચાયતના રૂટ, તિથલ રોડ પર સરકારી વસાહત રૂટ અને તિથલ બીચ રૂટ પર જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષકયુવરાજસિંહ જાડેજા બસ સ્ટેશન થી આરપીએફ ગ્રાઉન્ડ સુધી તેમની ટીમ સાથે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો