વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કાચની ૧૨૦ બોટલો તથા બીયરના ૪,૨૨૪ ટીન મળી આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ. ૧૩,૨૮,૯૭૬ રુપિયાનો મુદોમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી સામે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગણદેવી નજીક નવા એક્સપ્રેસ-વેના ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડી પોલીસે બે વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા મળેલી વિગતો અનુસાર, તા. 2 નવેમ્બર, 2026ના રોજ મળેલી બાતમીના આધારે ગણદેવી નજીક નવા એક્સપ્રેસ-વેના ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં રાજસ્થાનના બનાડ ગામના અચલારામ ઉર્ફે અશોક જોગારામ મનમોડા તથા રાજસ્થાનના બામરલા વિસ્તારના મોહન સરદારમ બિશ્નોઈ સહિતના આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. તપાસમાં દમણથી વિદેશી દારૂ ભરી સુરત તરફ લઈ જવામાં આવતો હોવાની વિગતો પણ બહાર આવી છે.
પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયરની બોટલો તથા ટીન સહિતનો જથ્થો, મોબાઇલ ફોન, મારુતિ સુઝુકી ઇકો ગાડીઓ નંબર GJ15CP8731 અને GJ05JH4057, રોકડ રકમ તથા અન્ય સામાન મળી કુલ અંદાજે રૂ. 21.84 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું નોંધાયું છે.
આ કેસમાં દારૂની હેરાફેરી માટે વાહનોનો ઉપયોગ કરનારા તથા દારૂની વ્યવસ્થા અને સપ્લાય સાથે સંકળાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે નવસારી LCBના PSI શ્રી વાય.જે. ગઢવી વધુની તપાસ હાથ ધરી હતી









