0%

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ખંડપીઠ પોતે NTA ઓફિસ જઈને વ્યવસ્થા તપાસશે. !!!

સુપ્રીમ કોર્ટે NEET-UG 2026 પરીક્ષા લીક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં સુધારા સંબંધિત અરજીઓ પર અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, ખંડપીઠ જાતે NTA ની ઓફિસ જઈને ત્યાંની વ્યવસ્થા અને સિસ્ટમ ખરેખર કામ કરી રહી છે કે નહીં તેની તપાસ કરી શકે છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, સુધારાઓ માત્ર કાગળના રિપોર્ટ સુધી સિમિત ન રહેવા જોઈએ, પરંતુ તેને જમીની સ્તર પર લાગુ કરવા જરૂરી છે.

કેસની સુનાવણી કરી રહેલી જસ્ટિસ પી.એસ. નરસિંહાની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, NTAમાં સુધારા માટે રચાયેલી કમિટીની ભલામણો માત્ર કાગળ પર ન રહેવી જોઈએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ નરસિંહાએ કહ્યું, ‘અમે પોતે NTAની કાયમી ઓફિસ જઈને જોઈશું કે, ત્યાં સિસ્ટમ ખરેખરમાં અસ્તિત્વમાં છે કે નહીં!, તે કેવી રીતે કામ કરી રહી છે, ત્યાં કેટલો મેનપાવર છે, અને બાકીની વ્યવસ્થા કેવી છે.’ સુપ્રીમ કોર્ટે હાઈ-પાવર્ડ કમિટી સાથે સંકલન સાધી રહેલા જોઈન્ટ સેક્રેટરીને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કમિટી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા સુધારા અને પ્રગતિ અહેવાલ પર વિસ્તૃત એફિડેવિટ કોર્ટમાં રજૂ કરે.

કોર્ટે NTAને આદેશ આપ્યો છે કે, સુધારા અને પ્રગતિની માહિતી આપતું આ એફિડેવિટ પોતાની સત્તાવાર વેબસાઈટ પર સાર્વજનિક રૂપે અપલોડ કરવામાં આવે. વિદ્યાર્થીઓ, રાજ્ય સરકારો અને વકીલો NTAમાં સુધારા અંગેના પોતાના સૂચનો નિર્ધારિત ઈમેલ આઈડી પર મોકલી શકશે. સર્વોચ્ચ અદાલતે NTA અને સંબંધિત પક્ષકારોને નવું અને અપડેટ સ્ટેટસ રિપોર્ટ/એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, અને કહ્યું છે કે, નવું એફિડેવિટ રેકોર્ડ પર આવ્યા બાદ જ આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

રાજ્યકક્ષાની અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી **** મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બંને ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે **** ભરૂચ : શુક્રવાર : SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) રાજ્યકક્ષાની અંડર-૧૭ ભાઈઓની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના બે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓએ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમી માટે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પસંદગી પામેલા ખેલાડીઓમાં વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારનો સમાવેશ થાય છે. વિશેષ ગૌરવની વાત એ છે કે વ્રજ કે. પટેલની સતત ત્રીજા વર્ષે ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એરિક કે. પરમારની સતત બીજા વર્ષે ગુજરાતની ટીમમાં પસંદગી થઈ છે. બંને હોનહાર ખેલાડીઓ હવે મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની SGFI અંડર-૧૭ સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે. આ બંને વ્રજ કે. પટેલ અને એરિક કે. પરમારની સફળતા પાછળ તેઓની અવિરત મહેનત, નિયમિત અભ્યાસ, રમત પ્રત્યેની લગન, શિસ્ત અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ બદલ જિમખાના અંકલેશ્વર ટેનિસ એકેડમીના કોચ, સંચાલકો, ખેલાડીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છવાઈ છે. એકેડમી દ્વારા બંને હોનહાર ખેલાડીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત રાજ્ય તથા ભરૂચ જિલ્લા વતી અંકલેશ્વરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો