સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડે વઢવાણ ચોરીના ગુનામાં 1 વર્ષથી ફરાર 2 આરોપી જામનગરથી ઝબ્બે

તા.20/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલૂની નાસતા- ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત એલસીબી પીઆઈ બી. એચ. સીંગરખિયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.એ. રાયમા અને તેમની ટીમે ખાસ મુહીમ હાથ ધરી હતી. તે દરમિયાન પો.હે.કો. વિજયસિંહ પરમાર અને પો.કો. કપિલભાઈ સુમેરાને મળેલ સચોટ બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે વઢવાણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુના (BNS કલમ ૩૦૫(૪), ૫૪) માં ૧ વર્ષથી ફરાર આરોપી જેમાં મહેશભાઈ વિહાભાઈ પરમાર રહે, વાંકાનેર અને અર્જુનભાઈ ગેલાભાઈ પરમાર રહે, જામનગરને જામનગરના માધવબાગ સાંઢિયા પુલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓનો કબ્જો આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વઢવાણ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો