RAJKOT:રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું ૨૮મું મહાઅધિવેશન સંપન્ન: પ્રમુખ તરીકે પંકજભાઈ રાવલ અને મહામંત્રી તરીકે ચિંતનભાઈ ભટ્ટની વરણી

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના મહામંત્રી પદે ચિંતનભાઈ ભટ્ટની નિમણૂક: પરશુરામ ધામ દ્વારા હાર્દિક અભિનંદન
આજ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજનું ૨૮મું મહાઅધિવેશન ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું. આ અધિવેશન દરમિયાન ૧૨ જિલ્લાની વરિષ્ઠ બોડીની મહત્વપૂર્ણ વરણી કરવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રાજકોટના શ્રી પંકજભાઈ રાવલ તેમજ મહામંત્રી તરીકે મોરબીના શ્રી ચિંતનભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.

સમાજના ઉત્થાન અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ અધિવેશનમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના સક્રિય અગ્રણી શ્રી ચિંતનભાઈ ભટ્ટની મહામંત્રી તરીકે વરણી થતાં સર્વત્ર હર્ષની લાગણી ફેલાઈ છે. આ નિમણૂક બદલ પરશુરામ ધામ તરફથી શ્રી ચિંતનભાઈ ભટ્ટને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા છે તેમજ તેમના નેતૃત્વમાં સમાજ પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.









