થરા નગર પાલિકા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ..

થરા નગર પાલિકા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ..

થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો નગર પાલિકા કબજે કરવા સક્રિય બન્યા છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની આગામી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા થરા ખાતે ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પાટણ લોકસભા પ્રમુખ પ્રભાતસિંહજી, વાવ-થરાદ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નવીનભાઈ પટેલ,સોશિયલ મીડિયા ઈન્ચાર્જ દિનેશજી ઠાકોર,  ઓગs તાલુકા પ્રમુખ જેઠુભા વાઘેલા, રાજુભાઈ ચૌહાણ સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમા થરા નગર પાલિકા ચૂંટણીને લગતી વિવિધ બાબતો અંગે ચર્ચા- વિચારણાઓ કરવામાં આવી હતી.સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ અંગે કાર્યકરો સાથે માર્ગદર્શન તથા ચર્ચા કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો