MORBI:મોરબી મહાપાલિકા દ્વારા: રહેણાંક વિસ્તારોમાં ફાયર બ્રિગેડની સેવાઓ ફ્રી, કોમર્શિયલ અને હદ બહારના વિસ્તારો માટે નવા રેટ્સ લાગુ

MORBI:મોરબી મહાપાલિકા દ્વારા: રહેણાંક વિસ્તારોમાં ફાયર બ્રિગેડની સેવાઓ ફ્રી, કોમર્શિયલ અને હદ બહારના વિસ્તારો માટે નવા રેટ્સ લાગુ

મોરબી મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં ફાયર બ્રિગેડ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ માટેના નવા દરો મંજૂર કરવામાં આવ્યા છે. વર્ષ 2011થી ચાલતા જૂના ચાર્જ અને નિયમોને રદ કરીને હવે વાહન દીઠ કિલોમીટર, કલાક અને સ્ટાફના પ્રભુત્વ મુજબ નવા દર લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને રહેણાંક વિસ્તારના નાગરિકોને મોટી રાહત આપવામાં આવી છે.

રહેણાંક મિલકતો અને સરકારી કામગીરી સંપૂર્ણ ફ્રી: મહાનગરપાલિકાની હદ વિસ્તારની અંદર આવેલી રહેણાંક મિલકતો માટે આગ બુઝાવવા કે રેસ્ક્યુ કામગીરી માટે શૂન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે. એટલે કે હદ વિસ્તારમાં આ સેવાઓ સંપૂર્ણપણે મફત રહેશે અને સ્ટાફ કે વાહનની કોઈ ફી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, સરકાર તરફથી પાડવામાં આવતી મદદ કે આપત્તિના બનાવોમાં હદ વિસ્તારની અંદર અને બહાર બંને જગ્યાએ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

હદ વિસ્તારની અંદર (કોમર્શિયલ મિલકતો): પ્રથમ 8 કલાકના ૨૫૦૦ રૂપિયા ચાર્જ, વાહન દીઠ 1 કિલોમીટરના ૨૫ રૂપિયા અને 8 કલાક બાદ પ્રતિ કલાકે ૨૫0 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત સ્ટાફ દીઠ કલાકના 50 રૂપિયા અલગથી વસૂલવામાં આવશે.

હદ વિસ્તારની બહાર / જાહેર મિલકતો: પ્રથમ 8 કલાકના ૫૦૦૦ રૂપિયા અને પ્રાઈવેટ બંદોબસ્ત માટે ૧૦,૦০০ રૂપિયા ચાર્જ રહેશે. બંને કિસ્સામાં વાહન દીઠ 1 કિલોમીટરના 50 રૂપિયા, 8 કલાક બાદ પ્રતિ કલાકના 500 રૂપિયા અને સ્ટાફ માટે કલાક દીઠ 60 રૂપિયા વસૂલાશે.

પ્રાઈવેટ બંદોબસ્ત: શહેરી વિસ્તારમાં કોઈપણ ખાનગી ઇવેન્ટ કે કાર્યક્રમ માટે ફાયર બંદોબસ્ત જોઈતો હોય તો પ્રથમ 6 કલાક માટે 5000 રૂપિયાનો ફિક્સ ચાર્જ નક્કી કરાયો છે. જેમાં પ્રતિ કિલોમીટર 50 રૂપિયા, 8 કલાકથી વધુ સમય માટે પ્રતિ કલાકના 500 રૂપિયા અને સ્ટાફ દીઠ 60 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગુ પડશે. આગની ઘટનાઓ રોકવા માટે અપાતી ફાયર સેફ્ટી ટ્રેનિંગનો ચાર્જ મોરબી મહાપાલિકાની હદમાં કે હદ બહાર કોઈપણ એકમ માટે 5000 રૂપિયા નિશ્ચિત કરવામાં આવ્યો છે.આ તમામ પ્રકારના ચાર્જની રકમ અરજદારે ડી.ડી. (Demand Draft), ઓનલાઈન સિસ્ટમ દ્વારા જમા કરાવવાની રહેશે અથવા રોકડમાં પાવતી મેળવવાની રહેશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો