ડીસામાં બનાસ નદી પર બનશે ફિશ સ્કેલ વિયર ડેમ: મહાદેવીયા પાસે ₹581 કરોડના ખર્ચે કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી

5 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

500 મીટર પહોળાઈ અને 2.7 કિમી સુધી સંગ્રહ કરવાની ક્ષમતા, ડીસા તાલુકાના 70 અને કાંકરેજના 30 ગામોને ફાયદો થશે.ભૂગર્ભજળ રિચાર્જમાં મદદરૂપ બનશે, બીજા તબક્કામાં આ વિસ્તારમાં પ્રવાસનના વિકાસ માટે આયોજન કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલોથી રાજ્યમાં જળ વ્યવસ્થાપનનું મજબૂત આયોજન. ગાંધીનગર, 3 નવેમ્બર, 2026 : બનાસકાંઠાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામ પાસે બનાસ નદી પર ફિશ સ્કેલ વિયર ડેમના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. બનાસ નદીના વધારાના પાણીને આ વિસ્તારમાં ખાસ ફિશ સ્કેલ સ્ટેપ્ડ વિયર બનાવીને સંગ્રહિત કરવામાં આવશે. આ પાણીના સંગ્રહથી ભૂગર્ભજળ રિચાર્જમાં મદદ મળશે અને ડીસા અને કાંકરેજ તાલુકાના કુલ 100 ગામોના લોકોને ફાયદો થશે.
આ વિસ્તારમાં પહેલા વિવિધ સ્થળોએ ચેકડેમથી પાણીના સંગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે અહીં નદીનો પટ ખૂબ પહોળો હોવાથી હવે ડેમો બનાવવાની સૌથી વધુ અનુભવ ધરાવતી સંસ્થા IIT Roorkee જોડે ફિશ સ્કેલ વિયર ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બનાસ નદીની રિચાર્જ ક્ષમતા સારી હોવાથી ભૂગર્ભજળ રિચાર્જમાં તેના સારા પરિણામો જોવા મળશે.
500 મીટર પહોળો ડેમ, 2.72 કિ.મી લાંબુ જળાશય બનશે.આ ડેમ 500 મીટર પહોળો હશે અને તેમાં સાત સ્ટેપ (મોટા પગથિયા) હશે. આ ડેમ દ્વારા દાંતીવાડા અને સિપુ ડેમમાંથી છોડાતા પાણીનો સંગ્રહ કરવામાં આવશે. આ ડેમની સંગ્રહક્ષમતા અપસ્ટ્રીમમાં જળાશય લગભગ 2.72 કિલોમીટર લંબાઇનુ રહેશે. આ ડેમની ઉત્તર કાંઠે 4,795 મીટરની મોટી પાળો બનાવવામાં આવશે.
વર્ષ 2029 સુધી ડેમ નિર્માણનું લક્ષ્ય, બીજા તબક્કામાં પ્રવાસન વિકાસ.મહાદેવીયા ગામ પાસે બનાસ નદી પર આ ડેમનું નિર્માણ કરવામાં આવશે. વર્ષ 2029 સુધી આ ડેમની કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેની ફાઈનલ ડિઝાઇન માટે કામગીરી સોંપી દેવામાં આવી છે. ત્યારબાદ બીજા તબક્કામાં અહીં સ્થાનિક પ્રવાસનને વેગ આપવા માટે વિવિધ પ્રકલ્પો રજૂ કરવામાં આવશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો