5 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ
ગુરુ નાનક લંગર પ્રસાદ સેવા પાલનપુર ગુરુદ્વારાના સેવાભાવી ભાઈઓ-બહેનો દ્વારા.કીર્તિસ્તંભ વિસ્તાર, પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે પાલનપુર ગુરુદ્વારામાં સેવા કરતા બહેનો અને ભાઈઓ દ્વારા ગુરુ નાનક લંગર ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.કીર્તિસ્તંભ વિસ્તારમાં પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે પુરી અને દાલ શીરો તથા ખીર નો જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પ્રસાદ પ્રેમથી પીરસવામાં આવ્યો.સેવાનો ઉદ્દેશ
જરૂરિયાતમંદ લોકો સુધી પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ પહોંચાડવો. માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું.ભોજન પ્રસાદ મળતાં બાળકો, મહિલાઓ અને વડીલોના ચહેરા પર ખુશી અને સંતોષની લાગણી જોવા મળી.સેવામાં સહભાગી ઠાકોરદાસ ખત્રી, નંદુભાઈ, ગૌરવભાઈ, રાજા સિંધી દિનેશભાઈ શર્મા.. ક્રિષ્ના. ધનેશભાઈ રેડિયમ વાળા. મહેશ ચંદુલાલ ઠક્કર
તેમજ *ગુરુદ્વારાના સમસ્ત સેવાભાવી સભ્યોએ* ઉત્સાહપૂર્વક સેવા આપી.”સેવા કરો, સત્કાર કરો – ગુરુ નાનકનો આ જ સંદેશ” *ગુરુ નાનક દેવ જીની કૃપા સૌ પર બની રહે* 










