અમદાવાદના ગોતા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદ્ગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

કાંચી કામાકોટિ પીઠમના પીઠાધિપતિની ઉપસ્થિતિમાં આયોજિત પૂર્ણાહુતિ હવનમાં મુખ્યમંત્રી સહભાગી થયા

 

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે મૂળામ્નાય સર્વજ્ઞ કાંચી કામાકોટિ પીઠમના ૭૦મા પીઠાધિપતિ જગદ્ગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેઓ શંકરાચાર્યજીના સાનિધ્યમાં આયોજિત પૂર્ણાહુતિ હવનમાં સહભાગી થયા હતા.

 

ગોતા ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ યજ્ઞશાળા મંડપમ ખાતે શંકરાચાર્યજી સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પૂર્ણાહુતિ હવનમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાના ધાર્મિક મહત્ત્વ સાથે જોડાયેલા આ આયોજનમાં ઉપસ્થિતિ નોંધાવી હતી.

 

ઉલ્લેખનીય છે કે જગદ્ગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી મહાસ્વામીએ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પીઠાધિપતિ જયેન્દ્ર સરસ્વતીજીના વિદેહમુક્તિ બાદ કાંચી કામાકોટિ પીઠમના ૭૦મા પીઠાધિપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. તમિલનાડુના કાંચીપુરમ સ્થિત કાંચી કામાકોટિ પીઠમ ભારતીય સનાતન પરંપરા, વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત એક પ્રાચીન ધાર્મિક પીઠ છે.

 

આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે પૂર્વ શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અગ્રણી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માયાબેન કોડનાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો