
‘જન જનનો મહોત્સવ’ : રમણલાલ વોરાના 75મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન અભિવાદન અને ગાયત્રી હવન યજ્ઞ યોજાયો.

ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાના 75મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ‘જન જનનો મહોત્સવ – 75 વર્ષ સાથે સેવા સંકલ્પ’ અંતર્ગત જન અભિવાદન તથા ગાયત્રી હવન યજ્ઞનું આયોજન ઈડરના દામોદર કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. સવારે 9થી 11 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, પદાધિકારીઓ, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહી રમણલાલ વોરાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ, ચોરીવાડ સરપંચ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દશરથભાઈ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દીવાનજી ઠાકોર, ઈડર કોલેજ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ (મહાલક્ષ્મી જીન), ચંદુભાઈ પટેલ, ઈડર શહેર ભાજપ પ્રમુખ કુણાલ કંસારા, ઈડર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, વડાલી ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ,વિપુલભાઈ લોનવાલા,ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ,મનીષભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અનુપસિંહ ચૌહાણ, ઇડર પી.આઇ આર.એ ચૌધરી ઈડર તાલુકા શિક્ષણ અધિકારી જયેશભાઈ પ્રજાપતિ, ઈડર નગરપાલિકા પ્રમુખ અનસુયા પટેલ, APMCના પૂર્વ ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ વિનોદભાઈ પરમાર, કારોબારી સભ્ય જીનલ સગર સહિત ચૂંટાયેલા સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઈડરની વિવિધ શાળાઓના આચાર્યો તથા સ્ટાફ અને કે.એમ. પટેલ વિદ્યામંદિરના આચાર્ય સહિત સ્ટાફે પણ મોટી સંખ્યામાં હાજરી આપી રમણલાલ વોરાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ગાયત્રી હવન યજ્ઞ યોજી તેમના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા








