બિલીયા પ્રાથમિક શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શાળાની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં સફાઈ કામગીરી : શિક્ષકો, SMC સભ્યો અને આંગણવાડી બહેનો જોડાયા

બિલીયા પ્રાથમિક શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન
શાળાની આસપાસ ૧૦૦ મીટર વિસ્તારમાં સફાઈ કામગીરી : શિક્ષકો, SMC સભ્યો અને આંગણવાડી બહેનો જોડાયા

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિ
વિજાપુર તાલુકાની બિલીયા પ્રાથમિક શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬’ અંતર્ગત શાળાની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાનમાં શાળાના શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તેમજ આંગણવાડી બહેનોએ સક્રિય ભાગ લઈ સ્વચ્છતા કામગીરીમાં શ્રમદાન કર્યું હતું.
શાળાના પરિસર તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સૌના સહયોગથી યોજાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં પરંતુ સતત જવાબદારી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બિલીયા પ્રાથમિક શાળાના આચાર્ય સરલાબેન પટેલ, SMC અધ્યક્ષ રણજીતસિંહ ચતુરજી ચૌહાણ સહિત SMCના સભ્યો, શિક્ષકો અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અભિયાન દરમિયાન સ્વચ્છ શાળા, સ્વચ્છ પરિસર અને સ્વચ્છ સમાજ’ નો સંદેશ આપવામાં આવ્યો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો