જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે આંતર-કોલેજ સાંસ્કૃતિક સ્પર્ધાઓ સંપન્ન: જી.ડી. મોદી આર્ટસ કોલેજનો દબદબો

26 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ, સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાને મંચ પૂરું પાડવાના હેતુથી સંકુલની આંતર-કોલેજ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું સુંદર આયોજનકરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંકલન કેમ્પસ એકેડેમિક ડાયરેક્ટર પ્રિ.ડો. રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એમ. એ. પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ, પાલનપુરના અધ્યાપક પરિવાર ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.આ સાંસ્કૃતિક સ્પર્ધા માં સાહિત્યિક, અને લલિત કળા ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓ જેવી કે ડિબેટ, વકતૃત્વ, ક્વિઝ , કાવ્ય પઠન, ચિત્રકામ, પેન્સિલ સ્કેચ, પોસ્ટર મેકિંગ,સમૂહ નૃત્ય અને લોકનૃત્ય જેવી વિવિધ ક્ષેત્રની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં તમામ સ્પર્ધકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ સ્પર્ધાઓમાં જી. ડી. મોદી આર્ટસ કોલેજ, પાલનપુરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ તૈયારી અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરીને તમામ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક હાંસલ કરી સમગ્ર સાંસ્કૃતિક સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે શ્રેષ્ઠતા સાબિત કરી હતી.વિદ્યાર્થીઓની આ ઝળહળતી સફળતા પાછળ કોલેજના આચાર્ય પ્રિ.ડો. સુરેશભાઈ પટેલના પ્રેરણાદાયી નેતૃત્વ તેમજ સાંસ્કૃતિક કન્વીનરો ડો. કલ્પનાબેન ગાંવિત, ડો. ભારતીબેન રાવત અને ડો. નૈલેષ પટેલનું યોગ્ય પ્રશિક્ષણ, માર્ગદર્શન અને પ્રોત્સાહન રહ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કેમ્પસ પરિવાર, આયોજકો, ફેકલ્ટી કોઓર્ડિનેટર્સ અને વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના ઓપાઠવવામાં આવી હતી.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો