તારીખ ૨૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સ્થિત શ્રી એમ. એસ. શેઠ પ્રાથમિક વિદ્યાલય ખાતે શુક્રવારના રોજ વિદ્યા ભારતી પ્રેરિત ‘વંદે માતરમ્’ ગીતના ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ સમૂહ ગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં નવચેતન મંદિર (પીગળી)ના આચાર્ય સમીરભાઈ પોતાના ૭૫ બાળકો અને સ્ટાફ પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ગાનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ગામના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં કુલ ૧૫૮ જેટલા મહાનુભાવો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ એકસાથે દેશભક્તિના સૂર રેલાવ્યા હતા. ફતેસિંહ ચૌહાણે વંદે માતરમ્ ગીત નુ મહત્વ સમજાવ્યુ હતુ.ઉપસ્થિત તમામ લોકોના સાથ-સહકારથી આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો હતો.









