MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલી માધ્યમથી વહીવટી તંત્રની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

MORBI:મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલી માધ્યમથી વહીવટી તંત્રની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

જનકલ્યાણકારી યોજનાઓની અમલવારી, વિકાસ કામોની પ્રગતિ અને વિભાગોની કામગીરી અંગે નિર્દેશ આપતા પ્રભારી સચિવશ્રી

મોરબી જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેન્દ્ર કુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી, પ્રગતિ હેઠળના વિકાસકામો અને પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત માહિતી મેળવી વહીવટી તંત્રને જરૂરી નિર્દેશો આપ્યા હતા.

સમીક્ષા દરમિયાન મેડિકલ કૉલેજના બાંધકામની પ્રગતિ, પાણી પુરવઠાની યોજનાઓની સ્થિતિ અને ગામડાંઓમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને ગાય નિભાવ માટે આપવામાં આવતી સહાયની સમીક્ષા, સિંચાઈ વિભાગ(સ્ટેટ) પાસેથી ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો તથા સિંચાઈ વિભાગ(પંચાયત) દ્વારા નાના ચેક ડેમના રીસ્ટોરેશન અંગેની વિગતો, શિક્ષણ વિભાગની નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના તથા NMMS સહિતીની યોજનાઓ તથા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેની કામગીરી અને આઇસીડીએસની પોષણ ટ્રેકર સહિતની યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિભાગ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠક દરમિયાન વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા અમલી યોજનાઓ અને પ્રજાલક્ષી કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભગીરથસિંહ ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો