જૂનાગઢ ITI ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન યોજાયું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૫ વર્ષની સમર્પિત જનસેવાના ઉપલક્ષમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન: સેવા મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જેના ભાગરૂપે આચાર્ય વર્ગ-૧ ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય વર્ગ-૨ પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જૂનાગઢ ખાતે વૃક્ષારોપણ તથા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ITI જૂનાગઢના આચાર્ય પ્રિયેશ વાળા, ફોરમેન અજય વરીયા, ભાવનાબેન કાચ, નાગાજણ પરમાર અને સંસ્થાના સમગ્ર સ્ટાફ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.
તેમજ સર્વેએ સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ તેમજ સફાઈ કામગીરી હાથ ધરી હતી. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ અભિયાન દ્વારા સંસ્થાના પરિસરને સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા જાળવવા, પર્યાવરણનું સંરક્ષણ કરવા, સંસ્થાના પરિસરને હરિયાળું અને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો