નીતિ આયોગના સેન્ટ્રલ પ્રભારી ઓફિસર ગૌરવ કટીયારે ડાંગના એસ્પીરેશનલ બ્લોક સુબીરની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સંચાલિત “એસ્પીરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ” (ABP) અંતર્ગત ડાંગ જિલ્લાના પસંદગી પામેલા સુબીર તાલુકાની મુલાકાતે નીતિ આયોગના ડેપ્યુટી સેક્રેટરી અને સુબીર બ્લોકના સેન્ટ્રલ પ્રભારી ઓફિસર (CPO) શ્રી ગૌરવ કટીયાર (IES) પધાર્યા હતા . મુલાકાત દરમિયાન તેમણે ક્ષેત્રીય સ્તરે વિવિધ સરકારી સંસ્થાઓની મુલાકાત લઈ ગ્રાઉન્ડ રિયાલિટીની સમીક્ષા કરી હતી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી એન. ડી. પરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી .

મુલાકાત દરમિયાન સેન્ટ્રલ પ્રભારી ઓફિસરશ્રીએ સુબીર તાલુકાના ઝરણ-૧ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) શીંગાણા તેમજ બીલીઆંબા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડી ખાતે બાળકોનું પોષણ સ્તર અને વજન-ઊંચાઈ માપનની વ્યવસ્થા, PHC ખાતે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ તથા દવાઓનો જથ્થો અને શાળા ખાતે શિક્ષણની ગુણવત્તા તેમજ ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારી સેવાઓ અંગે તેમનો પ્રતિસાદ મેળવ્યો હતો.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ સેન્ટ્રલ પ્રભારી ઓફિસરશ્રીએ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સુબીર તાલુકાના ૩૯ કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPIs) પર વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં નીતિ આયોગના માર્ચ-૨૦૨૬ના મૂલ્યાંકન મુજબ, સુબીર તાલુકાએ દેશભરમાં ૪૦મો ક્રમાંક અને સમગ્ર ગુજરાત રાજ્યના એસ્પીરેશનલ બ્લોક્સમાં ગૌરવપૂર્ણ ત્રીજો (૩જો) ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આ ઉપરાંત અગાઉ ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ અંતર્ગત ૬માંથી ૪ સૂચકાંકોમાં સેચ્યુરેશન સિદ્ધ કરવા બદલ જિલ્લા કલેક્ટરશ્રીને બ્રોન્ઝ મેડલ પણ એનાયત થયેલ છે. તેમજ સુબીર તાલુકામાં સંસ્થાકીય પ્રસૂતિનો દર ૧૦૦% રહ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં સગર્ભા મહિલાઓની નોંધણી (ANC) ૧૦૧.૭૫% અને ટીબીના કેસોના સફળ ઉપચારનો દર ૧૧૨.૫૦% નોંધાયો છે. હાઈપરટેન્શન અને ડાયાબિટીસ સ્ક્રીનિંગમાં ૯૮% જેટલી સિદ્ધિ હાંસલ કરાઈ છે. તાલુકાના તમામ (૧૦૦%) આંગણવાડી કેન્દ્રોમાં પીવાનું શુદ્ધ પાણી અને કાર્યરત શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ધોરણ-૧૦ અને ૧૨ના બોર્ડ પરિણામોમાં સુબીર તાલુકાના ૬૦%થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની ટકાવારીમાં બમણો વધારો જોવા મળ્યો છે. માધ્યમિક માંથી ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવેશ લેતી દીકરીઓનો દર વધીને ૭૮.૫૫% થયો છે. તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થિનીઓ માટે પૂરતા પ્રમાણમાં શૌચાલયોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.

સુબીરમાં મૂળભૂત માળખાગત સુવિધાઓ અને સામાજિક વિકાસ અંગે તાલુકાના ૯૯% પરિવારોને નળ દ્વારા જળ (FHTC) કનેક્શન પૂરું પાડવામાં આવ્યું છે. તાલુકાના તમામ ગામો ઓપન ડેફિકેશન ફ્રી પ્લસ  જાહેર થયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ૮૩.૯૧% મકાનોનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્વસહાય જૂથો (SHGs) ને રિવોલ્વિંગ ફંડ આપવાની કામગીરી ૯૫.૮૦% પૂર્ણ થયેલ છે. પશુપાલન વિભાગ દ્વારા ખરવા-મોવાસા (FMD) રસીકરણમાં ૧૦૦% કામગીરી સિદ્ધ કરાઈ છે .

આ બેઠકમાં નીતિ આયોગના સેન્ટ્રલ પ્રભારી ઓફિસર શ્રી ગૌરવ કટીયારે સુબીર તાલુકાની પ્રગતિની પ્રશંસા કરી હતી અને બાકી રહેલા ઇન્ડિકેટર્સ—જેવા કે સ્પેશિયલ નીડ્સ ધરાવતા બાળકો (CwSN) માટે શિક્ષકોની તાલીમ, ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં ઘટાડો કરવો અને ગ્રામ પંચાયતોમાં ભારતનેટ કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.

જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પરસ્પર ઉત્તમ સંકલન સાધીને સુબીર તાલુકાને દેશભરમાં પ્રથમ હરોળમાં લાવવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સમયબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો