નર્મદા : ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસીઓ સાથે મુલાકાત કરી

નર્મદા : ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રવાસીઓ સાથે મુલાકાત કરી

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે એકતાનગરની મુલાકાતે આવ્યા હતા. સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નીરના વધામણાં બાદમાં મુખ્યમંત્રી ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે પહોંચ્યા હતા.

આ વેળાએ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બનાસકાંઠાના દાંતા તાલુકાના પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સહજ અને આત્મીય સંવાદ કર્યો હતો. ‘પરિવાર મિલન’ અંતર્ગત પ્રવાસે આવેલા પ્રવાસીઓને મળીને મુખ્યમંત્રીશ્રીએ તેમની એકતાનગર મુલાકાત, પ્રવાસ દરમિયાનના અનુભવ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે હળવાશભર્યો સંવાદ કર્યો હતો.

 

મુખ્યમંત્રી ના સાદગીભર્યા અને મૃદુ સ્વભાવને અનુરૂપ આ સહજ મુલાકાતથી પ્રવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક તેમનું અભિવાદન કર્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો