જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી

જોડિયા બાદનપર રોડ અને પડાણામાં ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી

એક જ દિવસમાં ૬ ડમ્પર જપ્ત : રૂ. ૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૩૦: જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે તા. ૨૯ના રોજ જિલ્લામાં ખનિજ વહન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ પાસે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા ચાર ડમ્પર તેમજ પડાણા સર્કલ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર મળી કુલ છ ડમ્પર અટકાવી જપ્ત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, જોડિયા બાદનપર રોડ પર કુન્નડ ગામ નજીક આકસ્મિક તપાસ દરમિયાન સાદી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતા કુલ ચાર ડમ્પર મળી આવ્યા હતા. ખાણ-ખનીજ વિભાગની ટીમે ચારેય ડમ્પર જપ્ત કરી આશરે રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત પડાણા સર્કલ વિસ્તારમાં તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજનું વધુ જથ્થામાં વહન કરતા બે ડમ્પર અટકાવવામાં આવ્યા હતા. બંને ડમ્પર સહિત આશરે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે પડાણા પોલીસ મથક ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.

આમ, ખાણ-ખનીજ વિભાગ જામનગર દ્વારા એક જ દિવસમાં કુલ છ ડમ્પર જપ્ત કરી આશરે રૂ. ૧.૯૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી ખાણ-ખનીજ વિભાગની તપાસ ટીમના નિખિલભાઈ, નૈતિકભાઈ અને આનંદભાઈ દ્વારા કરવામાં આવી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો