TANKARA:ટંકારાના વિરપર ગામે પાંચમા નોરતે યોજાનાર ગૌસેવા લાભાર્થે નાટક અનિવાર્ય કારણોસર મોકૂફ

ટંકારા તાલુકાના વિરપર ગામે સમસ્ત ગામ તથા શ્રી ગૌ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આગામી નવરાત્રિના પાંચમા નોરતે યોજાનાર ભવ્ય નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નિરાધાર ગૌ-માતાના લાભાર્થે તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૬, ગુરૂવારના રોજ વિરપર ગામે ભવ્ય નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગો અને કારણોસર આ નાટ્ય કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત (મોકૂફ) રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગૌશાળાના લાભાર્થે આયોજિત આ કાર્યક્રમ મોકૂફ રહેતા આસપાસના ગ્રામજનો તથા ધર્મપ્રેમી ગૌભક્તોને તેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ કાર્યક્રમની આગામી નવી તારીખ અને આયોજન અંગે નિર્ણય થયા બાદ મંડળ દ્વારા પુનઃ જાણ કરવામાં આવશે.











