ખેલ મહાકુંભ-૨૦૨૬ની પાટણ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો નવો કાર્યક્રમ જાહેર

ખેલ મહાકુંભ-૨૦૨૬ની પાટણ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો નવો કાર્યક્રમ જાહેર

ખેલાડીઓએ સત્તાવાર વેબસાઈટ પરથી જિલ્લાકક્ષાની સ્પર્ધાનું સમયપત્રક ચકાસવા અનુરોધ

માહિતી બ્યુરો, પાટણ

તા. ૧૨/૧૦/૨૦૨૬

સમાચાર સંખ્યા:૬૮૧/૩૭

પાટણ જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત યોજાનારી જિલ્લાકક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓનો સુધારેલો કાર્યક્રમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની સૂચના અનુસાર સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનાર તમામ ખેલાડીઓએ **https://khelmahakumbh.gujarat.gov.in** વેબસાઈટ પર જઈ ‘Taluka & District Competition Circular’ વિકલ્પ પર ક્લિક કરી પાટણ જિલ્લો પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ પાટણ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું વિગતવાર સમયપત્રક જોઈ શકાશે.

તમામ નોંધાયેલા ખેલાડીઓ અને ટીમોએ વેબસાઈટ પર જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ નિર્ધારિત સ્થળે અને સમયે સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ સવારે ૮:૦૦ કલાકે શરૂ થવાની હોવાથી તમામ ખેલાડીઓ અને ટીમોએ પોતાના સ્પર્ધા સ્થળે સમયસર હાજર રહેવા જિલ્લા રમતગમત તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો