નવસારીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની રેલી, પોલીસ સાથે ઘર્ષણ; અનેક કાર્યકરો ડિટેઇન

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો, યુથ કોંગ્રેસના કાર્યકરો, મહિલા કોંગ્રેસ તથા સેવાદળના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બપોરે ત્રણ વાગ્યાથી જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થવા લાગ્યા હતા. રેલીને સફળ બનાવવા માટે વિવિધ તાલુકા અને શહેરોના કોંગ્રેસ પ્રમુખો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ પણ સતર્ક બની હતી.

કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને વિવિધ પ્લે કાર્ડ સાથે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી જૂના થાણા ખાતે આવેલી ઇન્દિરા ગાંધીની પ્રતિમા સુધી રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં સભા યોજવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. જોકે, રેલી આગળ વધે તે પહેલાં જ પોલીસ દ્વારા તેને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

નવસારી શહેર પોલીસના પીઆઈ નકુમ, મહિલા પોલીસ અને અન્ય પોલીસ કર્મચારીઓના કાફલાએ એલસીબી કચેરી સામેના ચાર રસ્તા નજીક રેલીને અટકાવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો, મહિલાઓ અને યુવા કાર્યકરોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીને પગલે સ્થળ પર ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.

આખરે પોલીસે મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોને ડિટેઇન કરીને નવસારી ટાઉન પોલીસ મથકે લઈ જતાં રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે, કોંગ્રેસ પક્ષે આ વિરોધ પ્રદર્શનને સફળ ગણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોશી, મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચના સોલંકી, યુથ કોંગ્રેસના આદિલશાહ અને મનીષ બારોટ તેમજ સેવાદળના મનમોહન ભગત સહિતના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી, કાર્યકરોના સૂત્રોચ્ચાર અને ઘર્ષણને પગલે નવસારીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો