કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ અને વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી

18 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના વેટરનરી પબ્લિક હેલ્થ અને એપીડેમીઓલોજી વિભાગ દ્વારા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ તથા વિશ્વ વિદ્યાર્થી દિવસ નિમિત્તે પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવિદ્યાલયના વી.પી.એચ. વિભાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાનપ્રાપ્તિની લગન અને રાષ્ટ્રસેવાની ભાવના કેળવવાનો હતો. આ પ્રસંગે પશુચિકિત્સા સ્નાતક અભ્યાસક્રમના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ ડૉ. કલામના પ્રેરણાદાયી જીવનપ્રસંગો અને રાષ્ટ્રના વૈજ્ઞાનિક વિકાસમાં તેમના યોગદાન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
ડૉ. અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઑક્ટોબર, ૧૯૩૧ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. ભારતના અવકાશ અને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રે તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને કારણે તેઓ ‘મિસાઇલ મેન ઑફ ઇન્ડિયા’ તરીકે જાણીતા બન્યા હતા. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન તેમણે ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. રાષ્ટ્રના વિકાસમાં તેમના અસાધારણ યોગદાન બદલ વર્ષ ૧૯૯૭માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાવિદ્યાલયના આચાર્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં ડૉ. કલામના જીવનમૂલ્યો અને વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના વિશેષ લગાવ વિશે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડૉ. કલામ રાષ્ટ્રપતિ પદે રહ્યા હોવા છતાં પોતાની ઓળખ શિક્ષક તરીકે આપવાનું પસંદ કરતા હતા અને યુવાનો સાથે સંવાદ સાધીને તેમને મોટાં સ્વપ્નો જોવા તથા તેને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપતા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડૉ. કલામના જીવનમાંથી સતત શીખવાની વૃત્તિ, વૈજ્ઞાનિક વિચારસરણી, કઠોર પરિશ્રમ, શિસ્ત, સમયપાલન અને રાષ્ટ્રસેવા જેવા જીવનમૂલ્યો આત્મસાત કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. પશુચિકિત્સા અને પશુપાલન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સંશોધન, નવીનતા અને વૈજ્ઞાનિક અભિગમના માધ્યમથી પશુપાલન તથા કૃષિ ક્ષેત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો, જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે પ્રેરણા મળી હતી.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો