હડમતીયાના ખેડૂતોનો જેટકોની વીજ લાઈનની કામગીરી સામે વિરોધ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

હડમતીયાના ખેડૂતોનો જેટકોની વીજ લાઈનની કામગીરી સામે વિરોધ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વળતર અંગેની સ્પષ્ટતા કર્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ

રાજુલા: રાજુલા તાલુકાના હડમતીયા ગામના જેટકોની 220 કે.વી. વીજ લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની જમીન અને પાકને થતા સંભવિત નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. વળતર અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વીજ લાઈનની કામગીરી બંધ રાખવા પણ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હડમતીયા ગામે ખેડૂતોની માલિકીની ખેતીની જમીનો આવેલી છે. આ જમીનોમાંથી જેટકો વીજ કંપનીની 220 કે.વી.ની વીજ લાઈન પસાર થાય છે. હાલ કંપની દ્વારા આ વીજ લાઈનના સમારકામની કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે,જેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન પોલીસ રક્ષણ મેળવવા માટે જેટકો દ્વારા અરજી કરવામાં આવી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા તેમની સંમતિ કે પરવાનગી લીધા વિના તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય જાણ કર્યા વગર કામગીરી હાથ ધરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વળતર અને અન્ય બાબતો અંગે સ્પષ્ટતા કર્યા વગર વીજ લાઈનનું કામ શરૂ કરવું યોગ્ય નથી. આથી, આવી કામગીરી અટકાવવા માટે ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં, ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નવા ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઊભા કરવા સહિતની કામગીરી દરમિયાન જમીન, પાક, ઝાડ કે અન્ય વૃક્ષોને નુકસાન થાય તો તે અંગેની સંકલિત અને અદ્યતન માર્ગદર્શિકા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

હડમતીયા ગામના જે ખેડૂતોના સર્વે નંબરોમાંથી આ વીજ લાઈન પસાર થાય છે, તેવા અસરગ્રસ્ત ખેડૂતો આ આવેદનપત્ર પાઠવતી વખતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે, વળતર અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે. જ્યાં સુધી વળતર અંગે સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી જેટકો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવે.

હવે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતનો કેવો ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

​ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી અને આનંદ યુવક મંડળ આનંદપુરાકંપા સંયુક્ત ‘શસ્ત્ર પૂજન’ અને ‘કન્યા પૂજન’ના પવિત્ર કાયઁક્રમાં ઉજવાયો ​અરવલ્લી જિલ્લા ના આનંદપુરાકંપા માં ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પ્રતીક સમાન મા અંબાના ચાચર ચોકમાં આઠમના નવરાત્રીના પર્વ ભવ્ય અને પ્રેરણાદાયી ‘શસ્ત્ર પૂજન’ અને ‘કન્યા પૂજન’ ના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચનાથી થઈ હતી. આપણા દેશની રક્ષા અને સુરક્ષા માટે સમર્પિત સુરક્ષા દળો તેમજ પરંપરાગત શ્રદ્ધાના પ્રતીક શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. વક્તૃત્વમાં જણાવવામાં આવ્યું હતું કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને ભારતીય સંસ્કૃતિમાં રક્ષણ અને જ્ઞાનના પ્રતિક છે. ​બીજી બાજુ, ભારતીય નારી શક્તિના સન્માન અને નવરાત્રીના પર્વની ગરિમાને ઉજાગર કરવા માટે ‘કન્યા પૂજન’ માં વિસ દિકરી ઓનુ પુજન નો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો P S I શ્રી વિ.જે.તોમર સાહેબ L C B અરવલ્લી અને P S I શ્રી પિ.પિ. સોલંકી સાહેબ LBC અરવલ્લી જિલ્લા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ રામભાઈ પટેલ મંત્રી શ્રી કનુભાઈ પટેલ રાષ્ટ્રીય બજરંગ દળ અધ્યક્ષ પ્રિયંકભાઈ પોકાર કાન્તાબેન પટેલ તેમજ આનંદ યુવક મંડળ ના પ્રમુખ નિકુંજ ભાઈ પટેલ મયુરભાઈ પટેલ તેમજ મંડળ ના સૌ સભ્યો તેમજ ગ્રામજનોના વડીલો ભાઈઓ બહેનો દ્વારા હસ્તે નાની બાળકીઓનું પૂજન કરી, તેમના ચરણ પખાળીને તેમને ફળ, અને શૈક્ષણિક સામગ્રી ભેટ આપવામાં આવી હતી. બાળકીઓના ચહેરા પરના સ્મિતે સમગ્ર વાતાવરણને દિવ્ય અને આનંદમય બનાવી દીધું હતું. ​આ પ્રસંગે મોટી સંખ્યામાં આનંદપુરાકંપા પરિવાર ના યુવાનો અને વડીલો બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.માઈક સંચાલન પરેશભાઈ પટેલ વિનોદભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો