દાહોદ બ્રેકિંગ ન્યૂઝ સિંગવડના તારમી ગામે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, સારવાર દરમિયાન મહિલાનું મોત

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તારમી ગામે પતિએ પત્ની પર કુહાડીથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવને પગલે રણધીકપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી પતિ રવિન્દ્રભાઈ માલીવાડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર: માધવ મકવાણા, લીમખેડા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો