રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ખો-ખો ફાઇનલ સંપન્ન; વડોદરા રેન્જ અને આર્મડ યુનિટ બન્યા ચેમ્પિયન

26 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

એસ.આર.પી. જૂથ-૩ મડાણા ડીજીપી કપ-૨૦૨૬ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ એસડીઆરએફના સાધનોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું.ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ખેલદિલી, શારીરિક સજ્જતા અને પરસ્પર સમન્વયની ભાવના સુદ્રઢ કરવાના આશયથી આયોજિત ‘ગુજરાત પોલીસ ડીજીપી કપ-૨૦૨૬’ અંતર્ગત રાજ્ય અનામત પોલીસ દળ (એસ.આર.પી.), જૂથ-૩, મડાણા ખાતે કબડ્ડી ક્લસ્ટર (કબડ્ડી, ખો-ખો, જિમ્નાસ્ટિક્સ અને ફેન્સિંગ)ની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના ભાગરૂપે ખો-ખો રમતની પુરુષ અને મહિલા વિભાગની અત્યંત રોમાંચક ફાઇનલ મેચો યોજાઈ હતી. આ અવસરે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.કાર્યક્રમ દરમિયાન રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ મેદાનમાં સિક્કો ઉછાળીને (ટોસ કરી) ફાઇનલ મુકાબલાની વિધિવત શરૂઆત કરાવી હતી તેમજ ખુરશી ગ્રહણ કરી જીવંત મેચ નિહાળતા પોલીસ જવાનો અને રમતપ્રેમી દર્શકોનું મનોબળ પૂરું પાડ્યું હતું. રમતગમતની સાથોસાથ મંત્રીશ્રીએ જૂથ-૩ મડાણાના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) યુનિટ દ્વારા પ્રદર્શિત આપત્તિ વ્યવસ્થાપન સાધન-સામગ્રી અને ફિલ્ડ કામગીરીના એક્ઝિબિશનનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કુદરતી કે માનવસર્જિત હોનારતો સમયે રેસ્ક્યુ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક ગિયર ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈમરજન્સી લાઇટિંગ સિસ્ટમ અંગે મંત્રીશ્રીએ ઉપયોગી ટેકનિકલ સૂચનો આપ્યા હતા અને પોતાના વહીવટી અનુભવના આધારે ડિઝાસ્ટર ટીમને કટોકટીની પળોમાં ત્વરિત કામગીરી માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ખેલ પ્રદર્શન વચ્ચે રમાયેલી મહિલા ખો-ખો ફાઇનલમાં અમદાવાદ રેન્જ સામે શાનદાર રણનીતિ અને ઝડપ દર્શાવી વડોદરા રેન્જની મહિલા ટીમ વિજેતા બની હતી. જ્યારે પુરુષ વિભાગના રોમાંચક ફાઇનલ જંગમાં આર્મડ યુનિટ અને જેલ વિભાગ આમને-સામને ટકરાયા હતા, જેમાં શરૂઆતથી જ દબદબો જાળવી રાખીને આર્મડ યુનિટની ટીમે ચેમ્પિયન ટ્રોફી પોતાને નામ કરી હતી.મેચની પૂર્ણાહુતિ બાદ સેનાપતિશ્રી દિનેશસિંહ ચૌહાણ દ્વારા વિજેતા ટીમોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મદદનીશ સેનાપતિશ્રી આર. એલ. ડાંખરા દ્વારા મડાણા પધારેલી ખો-ખો મેચની ટેકનિકલ ઓફિશિયલ ટીમને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરી, સમગ્ર સ્પર્ધાનું સુચારુ અને પારદર્શક સંચાલન કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ
પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટરશ્રી રા.અ.પો.દળ, જૂથ-૩, મડાણા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો