27 વર્ષ થી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

યોગેશ કાનાબાર રાજુલા

૧૯૯૯ થી ફરાર અને ૨૭ વર્ષથી નાસ્તા-ફરતા અને અમરેલી જીલ્લાના લીસ્ટેડ જાહેર થયેલ આરોપીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી શોધી કાઢતી રાજુલા પોસ્ટે.ની સર્વેલન્સ ટીમ


ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા-ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ લાંબા સમયથી પોલીસ પકડથી દુર હોય તેવા આરોપી શોધી કાઢવા માટે અમરેલી જીલ્લાના લીસ્ટેડ આરોપીઓની યાદી બનાવી આવા આરોપી શોધી કાઢી આરોપી પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓ દ્વારા નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે.ના નાસ્તા-ફરતા આરોપીની તપાસ કરી અને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશન તેમજ સર્વેલન્સ ટીમને ખાસ સુચના આપેલ.
જે અન્વયે રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૭૧/૧૯૯૯ આઇ.પી.સી.કલમ ૪૦૭,૪૦૮ મુજબના ગુન્હાના આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી રહે.ઘરોરા તા.લક્ષ્મણપૂર જી.પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) વાળો છેલ્લા ૨૭ વર્ષથી નાસતો ફરતો હોય અને અમરેલી જીલ્લાના લીસ્ટેડ આરોપી હોય તેમજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
] કરેલ તપાસની વિગત :-
વર્ષ ૧૯૯૯ માં રાજુલા પો.સ્ટે.ફ.ગુ.ર.ન.૧૭૧/૧૯૯૯ IPC કલમ.૪૦૭,૪૦૮ વી. મુજબનો છેતરપિંડીનો ગુન્હો તા.૦૮/૧૨/૧૯૯૯ ના રોજ દાખલ થયેલ જેમા ટ્રક ડ્રાઇવર જે સીમેન્ટની ગાડી કોવાયા કંપનીમાથી ચલાવતો હોય જેણે અન્ય આરોપીઓ સાથે મળી કુલ-૩૦ ટન (૬૦૦ બેગ) સીમેન્ટ જે તે વખતની કી.રૂ.૫૮પ૦૦/- બારોબાર વેચી દઇ અને ટ્રક મુકી નાસી ગયેલ હોય જેમા કુલ ત્રણ આરોપી જે તે વખતે પકડાઇ ગયેલ, પરંતુ ટ્રક ડ્રાઇવર આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી રહે.ઘરોરા તા.લક્ષ્મણપૂર જી.પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) વાળો છેલ્લા ૨૭ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે અમરેલી જિલ્લાની નાસ્તા-ફરતા લિસ્ટેડ યાદીમાં જાહેર થયેલ હોય જેને રાજુલા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા નાગપુર (મહારાષ્ટ્ર) ખાતેથી શોધી કાઢેલ છે.

આરોપી છેલ્લા ૨૭ વર્ષથી નાસ્તો-ફરતો હોય જેને શોધી કાઢવા માટે તપાસ કરતા આરોપીનું ફરિયાદમાં બતાવેલ સરનામાની કોઈ ચોક્કસ માહિતી મળતી ના હોય જેથી પ્રથમ સદરહુ તપાસના કાગળોનો અભ્યાસ કરેલ જેમાં સદરહુ ગુન્હામા ત્રણ આરોપી અટક થઈ ગયેલ હોય જે આરોપીઓનો સંપર્ક કરતા તેમાંથી એક આરોપી મરણ ગયેલ હોય અને બીજા બે આરોપીનો સંપર્ક કરી તપાસ કરતા તેઓ એ જણાવેલ કે બનાવ જૂનો હોય જેથી તેની કોઈ ચોક્કસ પરિણામ લક્ષી માહિતી મળેલ ન હોય, જેથી સદરહુ ગુન્હાની તપાસ નવેસરથી શરૂ કરેલ, બાદ થયેલ તપાસના કાગળોમાં આરોપીનું રહેઠાણ સ્થળ ઉતરપ્રદેશ રાજ્યનું પ્રતાપગઢ જિલ્લાનું રાજીગંજ ગામ ગાંભી ઘરોરા જે ૧૯૯૯ ની સાલમાં બનાવ સમયે રાજીગંજ તાલુકામાં આવતું જેથી તાલુકો રાજીગંજ લખાવેલ હોય ફરિયાદીએ જેથી સરનામા જણાવેલ ગામ બાબતે તાપસ કરતા આવું કોઈ ગામ મળી આવેલ નહીં ત્યાર બાદ પ્રતાપઢ જીલ્લાના તમામ તાલુકાના તમામ ગામોની એક પછી એક SIR મતદાર યાદી મેળવી ચેક કરતા જેમાં આરોપીના એક જ નામના ૧૫૦ વ્યક્તિઓ મળી આવેલ જેમા વધુ તપાસ કરતા આરોપી તથા તેના પિતાના નામ મળતા આવતા હોય તેવા ૪ નામ મળેલ જેથી આરોપી અંગે સોક્કસ કન્ફર્મેશન મેળવવા શંકાસ્પદ ઇસમોના ગામ,ઉમર અને પૂરું નામ ચેક કરતા જેમાથી એક ઇસમ ઘરોરા નામના ગામનો હોવાનુ મળી આવેલ અને જે ગામનું નામ ગાંભી ઘરોરા સાથે મળતું આવતું હોય અને સદરહુ ઇસમની વધુ વિગતો મેળવવા માટે સરકાર શ્રી ની હાલની ચૂંટણી વિભાગની જાહેર થયેલ નવી SIR યાદી મેળવેલ અને યાદી માંથી સદરહુ શંકાસ્પદ ઇસમનુ મળતું નામ સર્ચ કરેલ જે નામ નવી યાદીમા મળી આવેલ જેની બનાવ સમયની ઉમર અને હાલ ની ઉમર તથા પિતાનું નામ તથા માતાનું નામ ચેક કરતા આરોપી તથા આ શંકાસ્પદ ઇસમનુ મળતુ આવતુ હોય જેથી ટેકનીકલી એનાલિસ કરી આરોપી ના SIR યાદી માંથી મળેલ નામ અને ઇલેક્શન આઇડી નંબર પરથી ટેકનીકલી તપાસ કરી બીજા ડોક્યુમેન્ટ મેળવેલ અને એ ડોક્યુમેન્ટ ઉપર થી આરોપીનો મોબાઈલ નંબર મેળવેલ જે મોબાઈલ નંબર ઉપર થી આરોપીની તપાસ કરતા આરોપીનું લોકેશન અલગ અલગ રાજ્યોમાં સતત બદલાતું હોય જેથી જીણવટ ભરી તપાસ કરતા આરોપીનુ મુવમેન્ટ એનાલીસીસ કરી અને ચોક્કસ લોકેશન નક્કિ કરી આરોપીને મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેર ખાતેથી પકડી પાડેલ અને આરોપીએ ગુન્હા અંગે ની કબુલાત કરતા રાજુલા પો.સ્ટે. લાવી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

અને પુછપરછ દરમ્યાન આરોપીએ જણાવેલ કે પોતે ૧૯૯૯ માં મહેતા ટ્રાન્સપોર્ટમા ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોય તે દરમ્યાન કોવાયા ખાતેથી કુલ-૩૦ ટન (૬૦૦ બેગ) સીમેન્ટ ભરી અને સુરત ડમ્પમાં ખાલી કરવા રવાના થયેલ તે દરમ્યાન તળાજા નજીક મુરલીધર હોટલ પાસે એક ભાઇને બધી સીમેન્ટ કી.રૂ.૨૦,૦૦૦/-માં બારોબાર વેચી ટ્રક મુકી નાચી ગયેલ હતો. તેમજ આરોપીએ કોઇ અન્ય ગુનો કરેલ છે કે કેમ ? તે અંગે વધુ તપાસ ચાાલુ છે.

] નાસતા-ફરતા આરોપીની વિગત :-
(૧) અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી ઉ.વ.૫૪ ધંધો.ડ્રાઇવિંગ રહે.ઘરોરા તા.લક્ષ્મણપૂર જી.પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ)

] કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી :-
રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા મનુભાઇ રામભાઇ માંગાણી તથા સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા રવિરાજભાઇ બાબુભાઇ વરુ દ્વારા કરવામાં આવેલ છે

યોગેશ કાનાબાર રાજુલા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો