ટંકારિયા નજીક નર્મદા નિગમની કેનાલમાંથી દશરથભાઈ વસાવાનો મૃતદેહ મળ્યો

સમીર પટેલ, ભરૂચ

 

પાલેજ: ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ નજીક આવેલી નર્મદા નિગમની કેનાલમાંથી ટંકારિયા ગામના રહેવાસી દશરથભાઈ વસાવાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કેનાલમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દશરથભાઈ વસાવા નર્મદા નિગમની કેનાલમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. બાદમાં મોટા ટંકારિયા ગામ નજીક કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ નજરે પડતાં જ આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પાલેજ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

દશરથભાઈ વસાવાનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો અને ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો