બોડેલી-ડભોઇ મુખ્ય હાઇવે પર રેતી ભરેલો હાઇવા પલટી પડ્યો, 108 પહોંચતાં જ ડ્રાઇવર ફરાર

બોડેલી-ડભોઇ મુખ્ય હાઇવે પર બામરોલી બસ સ્ટેન્ડ નજીક રેતી ભરેલો એક હાઇવા અચાનક પલટી મારી જતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુખ્ય હાઇવે પર હાઇવા પલટી મારવાની ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાં ફેલાતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. રેતી ભરેલો હાઇવા પલટી મારતાં સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેથી જરૂર પડ્યે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી શકે. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાં જ હાઇવાનો ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. બોડેલી-ડભોઇ જેવા મુખ્ય માર્ગ પર રેતી ભરેલો હાઇવા પલટી મારવાની ઘટનાને પગલે લોકોમાં ચર્ચા જાગી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગેની ચોક્કસ માહિતી સામે આવી નથી. હાઇવા પલટી મારવાની આ ઘટનાને પગલે બામરોલી બસ સ્ટેન્ડ નજીક લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
રિપોર્ટર તોસીફ ખત્રી
57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો