આણંદ જિલ્લામાં વર્ષભરમાં ૪૮,૫૪૩ થી વધુ પરિવારોને મળી ₹૯૯ કરોડની મફત સારવાર 

*આણંદ જિલ્લામાં વર્ષભરમાં ૪૮,૫૪૩ થી વધુ પરિવારોને મળી ₹૯૯ કરોડની મફત સારવાર

તાહિર મેમણ – આણંદ – 29/09/2026 – નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્તપણે કાર્યરત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) આણંદ જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે રક્ષણ કવચ સાબિત થઈ રહી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આણંદ જિલ્લામાં આયુષ્માન કાર્ડ અંતર્ગત કુલ ૪૮,૫૪૩ થી વધુ પરિવારોને ગંભીર બીમારીઓના સમયે આર્થિક સહાય પૂરી પાડીને ₹૯૯,૮૪,૧૩,૧૮૪ થી વધુની રકમના ખર્ચે નિ:શુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ યોજનાના પરિણામે જિલ્લાના હજારો પરિવારો તબીબી ખર્ચના આર્થિક બોજમાંથી મુક્ત બન્યા છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને વર્ષે ₹૧૦,૦૦,૦૦૦ (અંકે દસ લાખ રૂપિયા) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ સુવિધાના માધ્યમથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આવતા અણધાર્યા તબીબી ખર્ચને ઘટાડી તેમને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીને પરિણામે મોટી સંખ્યામાં લોકો આ રક્ષણ કવચનો લાભ મેળવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કુલ ૪૮,૫૪૩ દર્દીઓને મળેલી આ સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવ્યો છે, જેનાથી દર્દીઓએ પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી.

 

આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ આણંદ જિલ્લાની તેમજ અન્ય માન્યતા પ્રાપ્ત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિયત કરવામાં આવેલી સારવાર સંપૂર્ણપણે મફત મેળવી રહ્યા છે. ખાસ કરીને ગંભીર બીમારીઓના કિસ્સામાં, જ્યાં મોટો ખર્ચ થવાની શક્યતા હોય છે, ત્યાં આયુષ્માન કાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ યોજનાના અમલીકરણ અને દેખરેખને કારણે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનું લક્ષ્ય સાકાર થઈ રહ્યું છે.

 

આણંદ જિલ્લાના જે નાગરિકો હજુ પણ આયુષ્માન કાર્ડ કઢાવવાથી વંચિત છે અથવા જેઓ આ યોજના માટે પાત્રતા ધરાવે છે, તેઓને સત્વરે આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. યોગ્યતા ધરાવતા લોકો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરીને પોતાનું આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે, જેથી ભવિષ્યમાં કોઈપણ આકસ્મિક બીમારી કે તબીબી જરૂરિયાતના સમયે ₹૧૦ લાખ સુધીની નિ:શુલ્ક સારવારનો લાભ મેળવી શકાય. સરકારની આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લોકો લાભ લે તે દિશામાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો