નવસારીમાં બીઆર ફાર્મ ખાતે શ્રી સમસ્ત કડવા પાટીદાર સમાજનું ભવ્ય સ્નેહ મિલનમાં ૭ હજારથી વધુ સમાજ બંધુઓ જોડાયા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ | નવસારી

આ સ્નેહ મિલનમાં મુખ્ય અધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, મુખ્ય અતિથિ તરીકે મેયર અશોકભાઈ ધોરાજીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

નવસારી ખાતે શ્રી સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા ગત તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શહેરના જાણીતા BR ફાર્મ ખાતે ભવ્ય સ્નેહ મિલન અને ગરબા સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી જિલ્લામાં કડવા પાટીદાર સમાજની વિવિધ પાંખોના ભાઈ-બહેનોને એક જ મંચ પર એકત્રિત કરવાના ઉદ્દેશથી યોજાયેલા આ પ્રથમ મહાસામાજિક સ્નેહ મિલન કાર્યક્રમમાં નવસારી સહિત આસપાસના વિસ્તારોમાંથી ૭ હજારથી વધુ સમાજબંધુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) જયસુખભાઈ લીખીયા, લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને અગ્રણી મધુભાઈ કથીરિયા, RTO ઇન્સ્પેક્ટર આકાશ પટેલ, નવસારી મહાનગરપાલિકાના વોટર વર્ક્સ કમિટીના ચેરમેન દિવ્યકાંત પનારા (મુન્નાભાઈ) તથા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર વિધિબેન ઉંજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો પ્રારંભ મા ઉમિયાની ભવ્ય આરતી સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના આ ભવ્ય આયોજનમાં ઉદાર હાથે સહયોગ આપનાર મુખ્ય દાતા રત્નકલાના રણછોડભાઈ દેત્રોજા તેમજ ગોલ્ડન અને સિલ્વર દાતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ ઉપરાંત સામાજિક એકતામાં યોગદાન આપનાર વિવિધ બીટના પ્રમુખોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાઈ ગ્રુપના સહયોગથી ઝંકાર બીસ્ટના લોકપ્રિય ગાયકો અને રિધમિસ્ટોએ ગરબા સંગીતની રમઝટ બોલાવી હતી. જેના તાલે ઉપસ્થિત સમાજબંધુઓ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા હતા અને મા ઉમિયાની આરાધના કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પરિવારજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ગરબા સંધ્યાના સમાપન બાદ ચા-નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી.

સમાજની વિવિધ પાંખોને એકત્રિત કરી સામાજિક એકતા, પરસ્પર સંવાદ અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. ભવ્ય આયોજન અને સુચારુ વ્યવસ્થા બદલ ઉપસ્થિત સમાજબંધુઓએ કાર્યક્રમના પ્રમુખ સહિત કોર કમિટીના તમામ સભ્યોની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો