જૂનાગઢ ITI ખાતે પ્લેસમેન્ટ ડ્રાઇવ : નેસ્લે કંપની દ્વારા ૨૩ તાલીમાર્થીઓની કરાઈ પસંદગી

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જૂનાગઢ ખાતે તાલીમાર્થીઓને રોજગારીની તક પૂરી પાડવાના હેતુથી પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ હતી. સંસ્થાના આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને વર્ગ-૨ આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ ટીમ દ્વારા આ આયોજન કરાયું હતું.
આ ડ્રાઇવમાં નેસ્લે (Nestlé) કંપનીના સાણંદ પ્લાન્ટ ખાતે રોજગારી મેળવવા ઇચ્છુક કુલ ૪૧ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી નિયત પસંદગી પ્રક્રિયા બાદ ૨૩ ઉમેદવારોને જોબ ઓફર આપવામાં આવી હતી. સંસ્થા દ્વારા ઉમેદવારોને ગુણવત્તાયુક્ત વ્યવસાયિક તાલીમની સાથે અગ્રણી ઉદ્યોગોમાં કારકિર્દી નિર્માણ માટે નિયમિતપણે આવી પ્લેસમેન્ટ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો