ભિલોડાના નાંદોજ ગામની સીમમાંથી રૂ. 7.77 લાખનો વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ – LCB એ ઝડપ્યો દારૂ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડાના નાંદોજ ગામની સીમમાંથી રૂ. 7.77 લાખનો વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ – LCB એ ઝડપ્યો દારૂ

અરવલ્લી જિલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાંદોજ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની 1,008 બોટલ અને મારૂતિ સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ. 7,77,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાના પગલે LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની અધ્યક્ષતામાં પોલીસ ટીમ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ અને નાકાબંધીમાં હતી.દરમિયાન રીંટોડાથી ગાંભોઈ તરફ જતા માર્ગ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે રીંટોડા તરફથી આવતી સફેદ રંગની મારૂતિ સ્વીફ્ટ કારને રોકવાનો ઇશારો કરતાં ચાલકે થોડે આગળ કાર ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ કારચાલક નીચે ઊતરીને ભાગવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે અંધારાનો લાભ લઈને ખેતરોમાં થઈને ફરાર થઈ ગયો હતો.પોલીસે કારની તપાસ કરતાં પાછળના ભાગે અને ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ક્વાર્ટરની 21 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 1,008 બોટલ હતી, જેની કિંમત રૂ. 2,77,200 થાય છે. પોલીસે રૂ. 5 લાખની કિંમતની મારૂતિ સ્વીફ્ટ કાર સહિત કુલ રૂ. 7,77,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કાર પર GJ-36-R-0111 નંબરની પ્લેટ હોવાનું સામે આવ્યું છે. જોકે, કારચાલકનું નામ અને સરનામું જાણવા મળ્યું નથી. આ મામલે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ફરાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દારૂની હેરાફેરી સામે LCBની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો